મને નથી લાગતું કે અમારી બેટિંગ સારી હતીઃ વિરાટ

ગૌહાટીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પૂરી થયા બાદ કહ્યું કે, ”મને નથી લાગતું કે અમારી બેટિંગ સારી હતી. શરૂઆતમાં પરિસ્થિતિ મુશ્કેલ હતી. મને પણ બેટિંગમાં મુશ્કેલી પડી, પરંતુ ઝાકળ પડ્યા બાદ હરીફ ટીમ મેચ અમારા હાથમાંથી દૂર લઈ ગઈ. જ્યારે પરિસ્થિતિ અમારા પક્ષ નથી હોતી ત્યારે મેદાન પર ૧૨૦ ટકા આપવાનું હોય છે. આ વલણ મહત્ત્વ ધરાવે છે અને ટીમ એ અપમાનવે છે.” વિરાટે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેસન બેહરનડોર્ફની પ્રશંસા કરી હતી કે જેણે ચાર ઓવરમાં ફક્ત ૨૧ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયાના આ નિર્ણય બાદ ભારતનો મજબૂત બેટિંગ ક્રમ પત્તાંના મહેલની માફક તૂટી પડ્યો હતો અને ફક્ત ૧૧૮ રનના સ્કોર જ સુધી જ ટીમ પહોંચી શકી હતી. ૧૧૯ રનના લક્ષ્યને ઓસ્ટ્રેલિયાના મોએસિઝ ઓનરિકેઝ (૬૨ રન) અને ટ્રેવિસ હેડની શાનદાર બેટિંગની મદદથી આસાનીથી હાંસલ કરી લીધું હતું.

You might also like