શું સચીનથી પણ આગળ નીકળી જશે વિરાટ કોહલી?

અમદાવાદઃ ઓસ્ટ્રેલિયાની ધરતી પર વિરાટ કોહલીએ જે રીતે વન ડે શ્રેણી અને ટી-૨૦ મેચમાં પોતાની શાનદાર બેટિંગ દેખાડી છે એનાથી ફરી એક વાર ક્રિકેટ ચાહકોમાં એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તે સચીન તેંડુલકરને પાછળ છોડી દેશે? અહીં ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટ આંકડા રજૂ કર્યા છે, જેને જોઈને તમે ખુદ જ નક્કી કરો કે શું વિરાટ કોહલી ‘ક્રિકેટના ભગવાન’ની ઉપાધિ હાંસલ કરી ચૂકેલા માસ્ટર બ્લાસ્ટર સચીન કરતાં પણ આગળી જશે?

વિરાટ કોહલીઃ
• ટેસ્ટઃ સ્ટાર બેટ્સમેન વિરાટે અત્યાર સુધી ૪૧ ટેસ્ટ મેચમાં ૪૪.૦૨ની સરેરાશથી ૨૯૯૪ રન બનાવ્યા છે, જેમાં ૧૧ સદી અને ૧૨ અર્ધસદી સામેલ છે.

• વન ડેઃ કોહલીએ વન ડેમાં ૧૭૧ મેચમાં ૫૧.૫૧ની સરેરાશથી ૭૨૧૨ રન બનાવ્યા છે, જેમાં ૨૫ સદી અને ૩૬ અર્ધસદી સામેલ છે.

• ટી-૨૦ઃ વિરાટ કોહલીએ અત્યાર સુધી ૩૧ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૪૮.૮ની સરેરાશથી ૧૧૦૬ રન બનાવ્યા છે, જેમાં ૧૦ અર્ધસદી સામેલ છે.

સચીન તેંડુલકરઃ
• ટેસ્ટઃ ક્રિકેટનાં બધાં ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટ મેચમાં ૫૩.૭૮ની સરેરાશથી ૧૫,૯૨૧ રન બનાવ્યા છે, જેમાં ૫૧ સદી અને ૬૨ અર્ધસદી સામેલ છે.

• વન ડેઃ સચીને ૪૬૩ વન ડેમાં ૪૪.૮૩ની સરેરાશથી ૧૮,૪૨૬ રન બનાવ્યા છે, જેમાં ૪૯ સદી અને ૯૬ અર્ધસદી સામેલ છે.

• ટી-૨૦ઃ સચીન આંતરરાષ્ટ્રીય સ્તર પર એકમાત્ર ટી-૨૦ મેચમાં રમ્યો છે, જેમાં તેણે ૧૦ રન બનાવ્યા હતા.

You might also like