આઇપીએલમાં શરમજનક રેકોર્ડ: વિરાટ કોહલીના કેરિયરનું સૌથી મોટું કલંક

નવી દિલ્હી : વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો આઇપીએલ-10ની સીઝનમાં સતત પરાજય થઇ રહ્યો છે. આ સિઝનમાં વિરાટ કોહલીની આરસીબીની ટીમે 12 મેચમાંથી 9 મેચમાં પરાજયનો સામનો કર્યો. વિરાટ કોહલી આઇપીએલ સિઝન-10ની 8 મેચમાં રમ્યો હોવા છતાં માત્ર એક જ મેચમાં જીત અપાવી શક્યો. ગઇકાલે રમાયેલ પંજાબ સામેની મેચમાં પણ બેંગલોરની ટીમનો શરમજનક પરાજય થયો. આ પરાજય સાથે વિરાટ કોહલીનો આઇપીએલ કેરિયરમાં 72મી ઇનિંગ્સમાં પરાજય થયો. જે આઇપીએલમાં એક અનોખો રેકોર્ડ છે. આઇપીએલમાં કોઇપણ ટીમની આટલી બધી હારમાં કોઇ એક ખેલાડી રમ્યો હોય તેવું બન્યું નથી.
http://sambhaavnews.com/

You might also like