રવિ શાસ્ત્રીનો ઇન્ટર્વ્યૂ લેવા કોહલીએ વિનંતી કરી હતી

જોકે કેપ્ટન વિરાટ કોહલીની પસંદ હજુ પણ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ડિરેક્ટર રવિ શાસ્ત્રી છે. એવી વાત સામે આવી છે કે ગત ૨૩ મેએ ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના થઈ તે પહેલાં કોહલીએ ત્રણ સભ્યોની એડવાઇઝરી કમિટીના બે સભ્યો સચીન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને મળીને રવિ શાસ્ત્રીના નામ પર વિચારણા કરવાની વાત કહી હતી. કોહલીએ બંનેને રવિ શાસ્ત્રીને ઇન્ટર્વ્યૂ માટે બોલાવવાનો આગ્રહ પણ કર્યો હતો. શાસ્ત્રીએ જોકે કોચ માટે કોઈ આવેદન આપ્યું નથી.
http://sambhaavnews.com/

You might also like