કોહલી-અશ્વિનની દરિયાદિલીઃ બાંગ્લાદેશી ક્રિકેટર્સને ટિપ્સ આપી

હૈદરાબાદઃ બાંગ્લાદેશ સામે વિરાટે બેવડી સદી ફટકારી હતી, જેને કારણે ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવ્યું હતું. મેદાનમાં ભલે વિરાટ હરીફ ટીમ માટે ગમે તેટલો આક્રમક હોય, પરંતુ મેદાનની બહાર તે હંમેશાં યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપતો નજરે પડે છે. પછી ભલે તે પોતાની હરીફ ટીમના ખેલાડી કેમ ન હોય. ટેસ્ટ પૂરી થયા બાદ બાંગ્લાદેશના યુવા ખેલાડીઓ કોહલી સાથે વાત કરવા માગતા હતા. આ વાતની કોહલીને જાણ થતાં જ તે મેચ પૂરી થયા બાદ યુવા બાંગ્લાદેશી ખેલાડીઓને મળ્યો, તેમની સાથે તસવીર ખેંચાવી તેમજ ટીશર્ટ પર ઓટોગ્રાફ પણ આપ્યા હતા.

આ મેચમાં ૨૫૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરનાર સ્પિનર આર. અશ્વિન પણ આ મામલે વિરાટ કરતાં જરાય પાછળ નથી. ૧૯ વર્ષનો યુવા બાંગ્લાદેશી બોલર મહેંદી હસન આગળ જતાં બહુ જ સારો ઓલરાઉન્ડર બનશે એવી આશા ઘણા ક્રિકેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આર. અશ્વિને આ બોલરને પણ ઓફ સ્પિન બોલિંગની કેટલીક ટિપ્સ આપી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ સમગ્ર ઘટનાક્રમની તસવીરો અપલોડ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like