મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી જિવા સાથે વિરાટનો આ ફોટો વાયરલ થયો

નવી દિલ્હીઃ વિરાટ કોહલી હાલમાં પોતાની કરિયરના શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. વર્લ્ડ ટી-૨૦માં તેનું બેટ ગરજી રહ્યું છે. વિરાટ કોહલીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી જીવા સાથે એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં વિરાટ ધોનીની પુત્રી સાથે મસ્તી કરતો નજરે પડી રહ્યો છે. ફોટોમાં એવું લાગી રહ્યું છે કે જીવા મોબાઇલ ફોન પર કોઈ વાત કરી રહી છે અને વિરાટે એ જ પળે એક શાનદાર સેલ્ફી ખેંચીને તેને પોસ્ટ કરી દીધી છે. આ ફોટોમાં જીવા બહુ જ ક્યૂટ લાગી રહી છે.

વિરાટે જેવી આ તસવીર પોતાના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કરી કે તરત એ ફોટો વાયરલ થઈ ગયો. આ ફોટોને લાખો યુઝર્સે લાઇક અને શેર કર્યો છે. વિરાટે આ ફોટો માટે લખ્યું છે કે, ”બેબી જીવા મારો ફોન યુઝ કરી રહી છે, તેને ફોન વાપરતાં આવડે છે. તે ખૂબ ક્યુટ અને વહાલી છે. બાળકોની આજુબાજુ રહેવું એક અલગ અને સુંદર અનુભવ છે, તેમની માસૂમતા જોઈને તમે બધું ભૂલી જશો.”

You might also like