કોહલીએ ટ્વિટ કરી કહ્યું, આજે કરવામાં આવશે મોટો ખુલાસો, નવી શરૂઆતનો થશે પ્રારંભ

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી આમ તો તેની રમતથી બધા લોકોને આકર્ષિત કરે છે પરંતુ આ વખતે તેણે પોતાના એક ટ્વિટથી લોકોનું ધ્યાન તેના તરફ ખેંચ્યું છે. કોહલીએ એક ટ્વિટ કર્યું હતું જેમાં તે 19મીએ કોઇ મોટો ખુલાસો કરશે તે અંગે જણાવ્યું હતું. ટ્વિટમાં મુકેલા વિડીયોમાં કહ્યું છે કે કાંઇક મોટુ, નવી શરૂઆત, જોડાઇને રહો. આમ ભારતીય સુકાની વિરાટ કોહલીના ટ્વિટનો કાંઇપણ મતલબ કરી શકાય તેમ છે. એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી અનુષ્કા શર્મા સાથે પોતાની સગાઇની જાહેરાત પણ કરી શકે છે અથવા કોઇ પણ કંપનીના બ્રાન્ડના પ્રમોશનની વાત પણ કરી શકે છે.

http://sambhaavnews.com/

You might also like