ઇજાગ્રસ્ત વિરાટના IPL માં રમવા પર BCCI એ કર્યો કાંઇક આવો ખુલાસો…

નવી દિલ્હી : વિરાટ કોહલી આઇપીએલ-10 રમશે કે નહીં તે અંગે બીસીસીઆઇ તરફથી નિવેદન આવ્યું છે. બીસીસીઆઇએ ઇજાગ્રસ્ત વિરાટ કોહલીનું IPL માં રમવા અંગે એપ્રિલના બીજા અઠવાડિયે નિર્ણય લેવાશે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન ભારતના સુકાની વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થયો હતો. વિરાટ કોહલીનું આઇપીએલમાં રમવા અંગે સસ્પેન્સ ચાલી રહ્યું છે. પરંતુ આજે બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયાની શ્રેણી બાદ ભારતીય ખેલાડીઓની ફિટનેસને લઇને અપડેટ આપતાં જણાવ્યું હતું કે વિરાટ કોહલી આઇપીએલમાં રમી શકશે કે નહીં તે અંગે બીજા અઠવાડીયે જાણકારી મળી શકશે.

વિરાટ કોહલીની ઇજામાં કેટલો સુધારો થયો છે તે અંગેની જાણકારી હવે એપ્રિલના બીજા અઠવાડીયે મળી શકશે. હાલમાં ભારતના ઘણા સિનિયર ખેલાડીઓ આઇપીએલની પ્રારંભિક મેચો ગુમાવશે. ત્યારે વિરાટ કોહલી ઇજામાંથી ક્યારે બહાર આવશે અને તે ક્યારથી આઇપીએલ સાથે જોડાશે તે અંગેનો નિર્ણય બીજા અઠવાડિયામાં જોવા મળશે.
http://sambhaavnews.com/

You might also like