આક્રમકતા તો મને વારસામાં મળી છે માટે તે મારા લોહીમાં જ છે: વિરાટ કોહલી

નવી દિલ્હી : ફિલ્ડ પર હંમેશા આક્રમક રહેતા વિરાટ કોહલીને તેનાં સ્વભાવ અંગે પુછવામાં આવતા તેણે જણાવ્યું કે આ તો મારા લોહીમાં છે. કોહલી અનુસાર આ આક્રમકતા તેને પોતાનાં પરિવાર પાસેથી વારસામાં મળ્યો છે. ઓસ્ટ્રેલિય ક્રિકેટર ગ્લેન મેક્સવેલ સાથે એક વીડિયો ચેટ દરમિયાન તેણે આ વાત કરી હતી.
અગ્રેસન એપ્રોચ મને મારી ફેમીલી પાસેથી મળ્યું છે. મારા પિતાની રાશી સિંહ (લિયો) હતી. તે ખઉદ લડવાનું જાણતા હતા. તેમણે હંમેશા પોતાનાં પર વિશ્વાસ કર્યો અને તેની સાથે જ આગળ વધ્યા. સાથે જ દિલ્હીની સિસ્ટમાં મોટુ થવું અને આગળ વધવું સરળ નથી. દરેક વસ્તુ માટે ખુબ જ મહેનત કરવી પડતી હતી. જેનાં કારણે તમે મેન્ટલી મજબુત બની જાવ છો. આસપાસની વસ્તુઓ પર ધ્યાન આપવાનાં બદલે માત્ર ટાર્ગેટ પર જ ફોકસ કરો છો. મુશ્કેલ સિસ્ટમ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સ્થાન બનાવ્યું છે.
વિરાટે કહ્યું કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હંમેશા સ્પેશિયલ બનવા માંગતો હતો. એક એવો ખેલાડી બનવા માંગતો હતો જેનાં માટે વિરોધી ટીમે અગાઉથી અભ્યાસ કરવો પડે. જેનાં નામથી સામેની ટીમનાં ખેલાડીઓનાં પરસેવા છુટી જાય. તે ખેલાડીને પતાવવા માટે સામેની ટીમે લાંબો અભ્યાસ કરવો પડે. અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પોતાની રમતની સાથે સાથે પોતાનાં આકરા સ્વભાવનાં કારણે પણ વારંવાર ચર્ચામાં રહેતો હોય છે.

You might also like