નવરાશની પળોમાં વિરાટે વધુ એક ટેટૂ બનાવ્યું

નવી દિલ્હીઃ
વર્લ્ડ ક્રિકેટના બેતાજ બાદશાહ અને વર્તમાન સમયમાં ક્રિકેટની દુનિયામાં એકચક્રી શાસન કરી રહેલા ટીમ ઇન્ડિયાનાે કેપ્ટન વિરાટ કોહલી મેદાનની બહાર પણ સ્ટાર છે. વિરાટ મેદાનની બહાર પણ બિન્દાસ્ત લાઇફ જીવે છે. દક્ષિણ આફ્રિકાનાે શાનદાર પ્રવાસ પૂરો કર્યા બાદ હાલ વિરાટ નવરાશની પળો માણી રહ્યો છે.

આ દરમિયાન વિરાટ એક ટેટૂ પાર્લરમાં ટેટૂ બનાવડાવતો જોવા મળ્યો. વિરાટ ટેટૂ લવર છે એ વાત અજાણી નથી. એવું કહેવામાં આવે છે કે વિરાટના શરીર પર કુલ નવ ટેટૂ છે, જેમાંથી એક ટેટૂ તેનાં માતા પિતાનું પણ છે. જ્યારે એક ટેટૂ તેણે શાંતિ અંગેનું બનાવ્યું છે. તેના ખભા પર ‘ગોડ આઇ’નું ટેટૂ પણ છે.

હવે વિરાટે ખભા પાસે વધુ એક ટેટૂ બનાવડાવ્યું છે. વિરાટ ઉપરાંત શિખર, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલે પણ પોતાના શરીર પર ટેટૂ બનાવ્યાં છે, પરંતુ આ બધા હજુ પણ વિરાટ કોહલીથી આ મામલામાં ઘણા પાછળ છે.

You might also like