વર્ષના સર્વશ્રેષ્ઠ કેપ્ટન તરીકે વિરાટની પસંદગી

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની દસમા વાર્ષિક ઇએસપીએન- ક્રિકઇન્ફો પુરસ્કારમાં વર્ષના સર્વશ્રેષ્ઠ કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. કોહલીની કેપ્ટનશિપમાં ભારતે ગત વર્ષે ૧૨ ટેસ્ટમાંથી નવમાં જીત હાંસલ કરી હતી. વિજેતાઓની પસંદગી ભૂતપૂર્વ મહાન ક્રિકેટરો, વરિષ્ઠ સંપાદકો, લેખકો અને વૈશ્વિક પત્રકારોની સ્વતંત્ર જ્યુરીએ કરી હતી.

ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સની કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામે ૨૫૮ રનની શાનદાર ઇનિંગ્સ માટે વર્ષના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટિંગ પ્રદર્શનનો પુરસ્કાર જીત્યો. સ્ટુઅર્ટ બ્રોડે ત્રીજી ટેસ્ટમાં ૧૭ રનમાં છ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડની શ્રેણીમાં જીતનો પાયો નાખ્યો હતો, જેના કારણે તેને સતત બીજા વર્ષે ‘વર્ષનું સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બોલિંગ પ્રદર્શન’નો પુરસ્કાર મળ્યો.

સેન્ચુરિયનમાં ઓસ્ટ્રેલિયા સામે ક્વિન્ટન ડિ’કોકની ૧૭૮ રનની ઇનિંગ્સ કોઈ પણ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર છે. આ પ્રદર્શન ‘વર્ષનું સર્વશ્રેષ્ઠ વન ડે બેટિંગ પ્રદર્શન’ જાહેર કરવામાં આવ્યું. મિરેકલ સ્પિનર સુનીલ નરૈનને ગુયાનામાં ત્રિકોણીય શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા સામે ૨૭ રન આપીને છ વિકેટ ઝડપવા બદલ વર્ષનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનનો પુરસ્કાર મળ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like