રૂટને રન આઉટ કરીને વિરાટે મનાવ્યો ‘માઇક ડ્રોપ’ જશ્ન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટના આઉટ થયા બાદ મનાવેલો જશ્ન સમાચારોમાં ઝળક્યો છે. રૂટ પોતાની સદી તરફ આગળ ધપી રહ્યો હતો ત્યારે કેપ્ટન કોહલીના સચોટ થ્રોનો શિકાર બનીને ૮૦ રન બનાવ્યા બાદ રનઆઉટ થયો.

ઓફ સ્પિનર અશ્વિનની બોલિંગમાં બીજો રન લેવા માટે રૂટ દોડ્યો, પરંતુ કોહલીએ ઝડપથી દોડીને બોલ ઉઠાવ્યો અને સચોટ થ્રો કરીને રૂટને રનઆઉટ કરી દીધો.

ત્યાર બાદ કોહલીએ ‘માઇક ડ્રોપ’ અંદાજમાં રૂટના આઉટ થવાનો જશ્ન મનાવ્યો. વિરાટે આવું કર્યું, કારણ કે રૂટે ગત મહિને ભારત સામે વન ડે શ્રેણીમાં ઈંગ્લેન્ડને ૨-૧થી જીત અપાવ્યા બાદ આવું જ કર્યું હતું, જેનો વિરાટે વળતો જવાબ આપ્યો હતો.

You might also like