ખેલરત્ન પુરસ્કાર માટે કોહલી અને મીરાબાઇના નામની કરાઇ ભલામણ

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને એથ્લેટિક મીરાબાઇ ચાનૂને સોમવારે સંયુક્ત રીતે દેશની સૌથી મોટા ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે ભલામણ કરવામાં આવી છે.

આ પુરસ્કાર માટે પસંદગી સમિતિ સાથે જોડાયેલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારતીય સુકાની વિરાટ કોહલીના નામની ભલામણ 2016માં કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પસંદગી સમિતિમાં તે સમયે સહમતિ થઇ નહોતી.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી હાલમાં આઇસીસી ટેસ્ટ રેન્કિંગગમાં સર્વોચ્ચ બેટસમેન અને શાનદાર ફોર્મમાં ચાલી રહ્યાં છે. જો ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ તરફથી મંજૂરી આપવામાં આવશે તો આ ખિતાબ મેળવનાર કોહલી દેશનો ત્રીજો ક્રિકેટર બની જશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારતીય ક્રિકેટના મહાન બેટસમેન સચિન તેંડૂલકરને (1997) અને બે વિશ્વકપ જીતીને લાવનાર પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની (2007)ને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ગત વર્ષે વિશ્વ ચેમ્પિયનશિપમાં 48 કિલ્લો વર્ગમાં સ્વર્ણ પદક જીતનાર મીરાબાઇના નામની ભલામણ કરવામાં આવી છે. જો કે ઇજાના કારણે એશિયાડ ગેમ્સમાં ભાગ લઇ શકી નહોતી. જો કે સૂત્રોને મળતી માહીતી મુજબ પુરસ્કાર માટે બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતના નામની ચર્ચા કરવામાં આવી હતી.

You might also like