અનુષ્કા નહીં પણ બાલીવુડની આ એકટ્રેસ પર ફિદા હતો વિરાટ કોહલી, જાતે કર્યો ખુલાસો

ક્રિકેટર વિરાટ કોહલીને બાળપણથી જ બોલિવૂડ સાથે પ્રેમ છે. કદાચ એટલે જ તેની પત્ની એક અભિનેત્રી છે. આજે ભલે અભિનેત્રી અનુષ્કા શર્મા તેની પત્નિ છે, પરંતુ અનુષ્કા પહેલાં, વિરાટ કોહલી કોઈ અન્ય અભિનેત્રી પર ફિદા હતો.

હા, બાળપણથી વિરાટ કોહલીને કરિશ્મા કપૂર ખુબ ગમતી હતી. કરિશ્મા તેનો પ્રથમ ક્રશ હતી. વિરાટ કોહલીએ એક મુલાકાતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. આમ પણ કરિશ્મા કપૂર એટલી સુંદર છે કે કોઈનું પણ દિલ તેની પર આવી જાય.

કરિશ્મા કપૂરનો જન્મ 25 જુન, 1974ના રોજ મુંબઇમાં થયો હતો. કરિશ્મા 90ના દાયકાના ટોચની અભિનેત્રી હતી. કરિશ્મા બૉલીવુડમાં સિલ્વર સ્ક્રીન પર છવાયેલી હતી. કપૂર ખાનદાનથી હોવા છતા કરિશ્માએ બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવવા માટે ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. તે જ સમયે, લગ્ન પછી પણ તે હંમેશા લાઈમ લાઈટમાં રહી હતી.

કરિશ્માએ લગ્ન પછી ફિલ્મોથી અંતર બનાવ્યું હતું. તેની છેલ્લી ફિલ્મ ‘બાજ: અ બર્ડ ઇન ડેન્જર’ હતી. આ ફિલ્મ 2003માં આવી હતી. આ વર્ષે, કરિશ્માએ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. હવે કરિશ્માના 2 બાળકો છે – સમારા અને કિયાન.

કરિશ્મા આ લગ્નથી ક્યારેય ખુશ ન હતા અને વર્ષ 2016માં, તેણે છુટાછેડા લીધા હતા. હાલમાં, કરિશ્મા કપૂર ઘણી વાર તેના બોયફ્રેન્ડ સંદીપ તોસનિવાલ સાથે જોવા મળે છે. ચર્ચા એવી પણ છે કે કરિશ્મા અને સંદીપ ઓગસ્ટમાં સગાઈ કરી શકે છે.

You might also like