અમિતાભ-આમિરને પાછળ છોડીને વિરાટ કોહલી ૧૦૦ કરોડની ક્લબનો હીરો બન્યો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનાે સ્ટાર ખેલાડી વિરાટ કોહલી દુનિયાનો સૌથી મોંઘો ક્રિકેટર બની ગયો છે. સૌથી વધુ કમાણી કરવાના મામલે વિરાટે બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા ધૂરંધરને પાછળ છોડીની ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. વિરાટ વર્ષના લગભગ રૂ. ૧૨૦ કરોડ કમાય છે. ૨૭ વર્ષની ઉંમરમાં ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થનારો વિરાટ ફક્ત ત્રીજો ક્રિકેટર છે.

વિરાટ કોહલી જાહેરાતોના મામલે સૌથી મોંઘો ક્રિકેટર બની ગયો છે. તેના મોટા ભાગના કરાર બે વર્ષ માટે થયેલા છે અને એક બ્રાન્ડ પાસેથી તેની વાર્ષિક આવક છ કરોડ રૂપિયા છે. ધોનીની એક બ્રાંડની આવક પણ એટલી જ છે, પરંતુ તેના કરાર એક વર્ષ માટે છે. એટલે કે ટૂંક સમયમાં આ મામલે વિરાટ ધોની કરતાં પણ આગળ નીકળી જશે. જાહેરાતમાંથી બંનેની કમાણી વાર્ષિક ૧૧૫થી ૧૨૦ કરોડ રૂપિયાની છે. જ્યારે નિવૃત્ત થઈ ચૂકેલા સચીનની વાર્ષિક કમાણી હાલ રૂ. ૪૫ કરોડની છે.

You might also like