વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં ભારત ‘એ’ ટીમ તરફથી રમે તેવી શક્યતા

લંડનઃ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં પોતાની તૈયારીઓ કરવા માટે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી કાઉન્ટી ક્રિકેટમાં રમવાની સાથે સાથે ભારત ‘એ’ ટીમ તરફથી પણ રમે તેવી શક્યતા છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને બીસીસીઆઇ ભારત-એ અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે વોરેસ્ટરમાં રમાનારી એકમાત્ર ટેસ્ટની તારીખને આગ‍ળ વધારે તેવો અનુરોધ કરી શકે છે.

અત્યારના કાર્યક્રમ અનુસાર ભારત-એની લાયન્સ સામેની ચાર દિવસીય મેચ ૧૬ જુલાઈથી શરૂ થવાની છે અને ભારતીય સિનિયર ટીમ ૧૭ જુલાઈએ ઈંગ્લેન્ડ સામે હેડિંગ્લેમાં પોતાની અંતિમ વન ડે રમશે.

એવી સંભાવના છે કે બીસીસીઆઇ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને લાયન્સ સામેની મેચ ૧૯ જુલાઈએ શરૂ કરવાની વિનંતી કરી શકે છે. જો આમ થયું તો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ભારત-એ ટીમ તરફથી રમતો જોવા મળી શકે છે.

You might also like