ભારત પાંચ બોલર્સ સાથે મેદાનમાં ઉતરશે : વિરાટ

એન્ટીગૂઆ : ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ જણાવ્યું છે કે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડીયા પાંચ બોર્લસ સાથે મેદાનમાં ઉતરશે. કોહલીએ જણાવ્યું કે ટીમ ઇન્ડીયા એટેકિંગ રમત રમશે.

મેચ અગાઉ પત્રકાર સાથે વાત કરતાં કોહલીએ જણાવ્યું કે હું હંમેશા પાંચ બોલર્સ સાથે રમવાની તરફેણમાં રહ્યો છું. કોહલીએ કહ્યું કે વધારે બેટસમેન સાથે રમીને 700 રન કરવાથી તમને કોઇ ફાયદો થતો નથી. મેચ જીતવા માટે તમારે 20 વિકેટ લેવી જરૂરી છે. કોહલીએ જણાવ્યું કે તેના માટે જરૂરી છે કે વિકેટકીપર સિવાય પાંચ બેટસમેનો જવાબદારી સહિત રમીને મોટો સ્કોર કરવાની જવાબદારી સ્વીકારે.

ભારતીય ટીમના સુકાની વિરાટે જણાવ્યું કે જો આપણે મોટો સ્કોર કરવાની જરૂરીયાત હોય તોપણ આપણે એટલા રન તો બનાવા જ પડે કે આપણી બીજી વાર બેટિંગમાં આવવું ના પડે. આપણું બોલિંગ આક્રમણ 20 વિકેટ લઇ શકવાની ક્ષમતા ધરાવે છે.

You might also like