…તો આ કારણથી વિરાટ નથી કરી શકતો તોફાની બેટિંગ ?

નવી દિલ્હી : વિરાટ કોહલીનું બેટ હાલનાં કેટલાક દિવસોથી ચુપ છે. આ ટી-20 સીરીઝની તમામ મેચોમાં કોહલીનાં બેટથી કોઇ વિરાટ ગેઇમ હજી સુધી રમાઇ નથી. જો કે ત્રીજી મેચમાં કોહલીની કિસ્મત ખરાબ રહી અને તે રન આઉટ થઇ ગયો હતો. આ સીરીઝની ત્રણ મેચોમાં કોહલીનાં બેટમાંથી માત્ર 52 રન જ નિકળ્યા.

કાનપુરમાં રમાયેલી પહેલી ટી20 મેચમાં વિરાટ કોહલી 29 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. નાગપુરમાં 22 રન પર આઉટ થઇ ગયો હતો. ત્રીજી અને નિર્ણાયક મેચમાં તે માત્ર 2 રન કરીને રન આઉટ થઇ ગયો હતો. જો કે વિરાટ સાથે જો કે કોહલી સાથે આવું કેમ થઇ રહ્યું છે, કારણ કે જ્યારથી કોહલીએ કેપ્ટન્સી સંભાળી છે તે વધારે જ વિચારે છે અને પોતે વધારે દબાણમાં રહે છે.

કોહલી પર પડતું વધારે દબાણ તેની બેટિંગ પર પણ અસર પડે છે. પહેલી બંન્ને ટી20 મેચમાં કોહલીને સારૂ સ્ટાર્ટ તો મળ્યું પરંતુ તે સારા રન બનાવી શક્યો નહી. ટીમને સંતુલીત કરવા માટે કોહલી ઓપનિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ આ નિર્ણય ટીમ માટે નુકસાનકારક સાબિત થયો. જો કે કોહલી આઇપીએલમાં પણ ઓપનિંગ કરે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ માટે તે ડિવિલિયર્સ સાથે ઓપનિંગ કરે છે.

You might also like