તેરા ધ્યાન કિધર હૈ…

બેંગલુરુઃ વિરાટ કોહલીની આ તસવીર સોશિયલ મીડિયામાં ઝડપભેર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે મહિલા એન્કર અર્ચના વિજયા સાથે દેખાઈ રહ્યો છે અને અર્ચનાનાં ફાટેલાં જિન્સમાંથી દેખાતા પગ તરફ જોઈ રહ્યો છે. આ ઘટના એ સમયની છે, જ્યારે અર્ચનાએ કોહલીનો ઇન્ટરવ્યૂ લીધો હતો. એ ઇન્ટરવ્યૂ દરમિયાન કોહલીની નજર અર્ચનાના ફાટેલાં જિન્સ પર પડી અને ત્યારે જ કોઈએ આ તસવીર  ખેંચી લીધી. જોકે અર્ચનાને આની સામે કોઈ વાંધો નથી. તેણે ઇન્ટરવ્યૂ પૂરો કર્યા બાદ વિરાટ કોહલી સાથેની એક સેલ્ફી પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. સાથે જ તેણે લખ્યું હતું, ”જીવનમાં ઘણી બધી સફળતાઓ હાંસલ કરવા છતાં વિરાટ હજુ પણ એ જ જૂનો ચીકુ છે. ભગવાન તેને વધુ સફળતા આપે.”
http://sambhaavnews.com/

You might also like