Categories: Sports

ધવન કરતાં આ ખેલાડીએ વિરાટની ચિંતામાં કર્યો વધારો…

વિરાટ કોહલીના સુકાની બન્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ પોતાની સૌથી મુશ્કેલ સિરિઝ માટે જઇ રહી છે. ભારત અત્યાર સુધીમાં આફ્રિકામાં ક્યારેય કોઇ ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી. આફ્રિકાના પ્રવાસ અગાઉ જ શિખર ધવન ઇજાગ્રસ્ત થતાં વિરાટ કોહલીનું ટેન્શન વધારી દીધું છે.

પરંતુ વિરાટ કોહલીને શિખર ધવન કરતાં પણ વધારે ભારતીય બેટસમેન અજિંક્ય રહાણેના ખરાબ ફોર્મનું વધુ ટેન્શન છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ ત્યારે જ જીતી શકે છે જ્યારે બેટસમેનો ફોર્મ બતાવશે.

ભારત તરફથી ઓછામાં ઓછા બે બેટ્સમેન વધારે ક્રિઝ પર રહેશે તો જ ભારત 300 અને 350 કરતાં વધારે સ્કોર કરી શકશે. ભારતીય ટીમ અત્યારે બેટીંગમાં મજબૂત નજરમાં દેખાઇ રહી છે. પરંતુ ટીમ મેનેજમેન્ટ માટે અજિંક્ય રહાણેનું ફોર્મ સતત ચિંતાશિલ છે.

જો કે ટીમ ઇન્ડીયાના સુકાની કોહલીથી લઇને કોચ રવિ શાસ્ત્રી રહાણેના ફોર્મનો બચાવ કરી રહ્યાં છે.  ટીમના સુકાની તેમજ કોચને આશા છે રહાણેનું આફ્રિકાની સામે ફોર્મ પરત આવશે. ભારતીય ટીમ પાંચ જાન્યુઆરીથી અહી ત્રણ ટેસ્ટ ની શ્રેણી રમશે. રહાણેની કારકિર્દી જોઇએ તો 43 ટેસ્ટ મેચમાં 44.15ની સરેરાશથી 2826 રન કર્યાં છે.

રહાણેએ છેલ્લી ચાર ટેસ્ટની છ ઇનિંગ્સમાં કોઇ મોટી ઇનિંગ્સ રમી નથી. દક્ષિણ આફ્રિકા સામેની ફાસ્ટ પીચ પર ચેતેશ્વર પુજારા તેમજ રહાણે પર ભારતીય ટીમે સૌથી વધુ ભરોસો રાખવો પડશે.

divyesh

Recent Posts

કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના…

6 hours ago

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

6 hours ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

6 hours ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

6 hours ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

6 hours ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

6 hours ago