ઇંગ્લેન્ડ સામે સદી ફટકારીને વિરાટ કોહલીએ વેડિંગ રિંગને ચુમી લીધી

બર્મિંગહમઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે ઈંગ્લેન્ડમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી. વર્ષ ૨૦૧૪નો ઈંગ્લેન્ડ પ્રવાસ કોહલી માટે બહુ જ ખરાબ રહ્યો હતો, પરંતુ આ વખતે તેણે બધી જ નિષ્ફળતાઓને ભૂલી જઈને ૧૪૯ રનની શાનદાર ઇનિંગ્સ રમી. કોહલીએ આ સદી પત્ની અનુષ્કાને અર્પણ કરી હતી.

એજબેસ્ટનના મેદાન પર બેન સ્ટોક્સની બોલિંગમાં વિરાટે ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે જ તેણે ગળામાં ચેનમાં બાંધેલી વેડિંગ રિંગ કાઢી અને તેને કિસ કરી હતી. અનુષ્કા એ સમયે સ્ટેડિયમમાં હાજર હતી. તેણે પણ કોહલીની આ ઇનિંગ્સનું અભિવાદન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલાં કોહલી ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. તેના બેટમાંથી પાંચ ટેસ્ટની ૧૦ ઇનિંગ્સમાં ફક્ત ૧૩૯ રન નીકળ્યા હતા. પરંતુ આ વખતે કોહલીએ ઈંગ્લિશ ધરતી પર બેટ ઉઠાવ્યું અને ટેસ્ટની પહેલી જ ઇનિંગ્સમાં ૧૪૯ રન ઝૂડી કાઢ્યા.

You might also like