યાદગાર ઇનિંગ્સ બાદ વિરાટ કોહલીએ જીતની ક્રેડિટ અનુષ્કા શર્માને આપી

સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકા સામે યાદગાર ઇનિંગ્સ રમ્યા બાદ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ”મારી કરિયરમાં આઠ-નવ વર્ષ બચ્યાં છે અને હું તેનો પૂરેપૂરો ઉપયોગ કરવા માગું છું. એ સારી વાત છે કે હું ફિટ છું અને દેશની કેપ્ટનશિપ કરવાની તક મળી છે.”

કોહલીએ પોતાની સફળતાનો શ્રેય પત્ની અનુષ્કા શર્માને આપ્યો, જે મુશ્કેલ સમયમાં તેની તાકાત બની રહી. વિરાટે કહ્યું, ”મારી નજીકના લોકોને આનો શ્રેય જવો જોઈએ. મારી પત્નીએ સમગ્ર પ્રવાસ દરમિયાન મારો ઉત્સાહ વધાર્યે રાખ્યો હતો. આના માટે હું તેનો આભારી છું.”

મેચ પૂરી થયા બાદ કોહલીએ જણાવ્યું, ”મને બહુ જ સારું લાગી રહ્યું છે. ગત મેચમાં હું યોગ્ય માઇન્ડ સેટ સાથે નહોતો રમ્યો. આ વખતે મેં બોલના ટાઇમિંગ પર ધ્યાન આપ્યું. આ પીચ પર બેટિંગ કરવામાં બહુ જ મજા આવી.

અમારા માટે આ પ્રવાસ ઘણો ચઢાવ-ઉતારવાળો રહ્યો છે. મેદાનની બહાર બેઠેલા લોકોએ પણ ઘણું યોગદાન આપ્યું. મારી પત્નીએ મને બહુ જ પ્રોત્સાહિત કર્યો. દરેક વખતે તમે શાનદાર પ્રદર્શન કરીને ઉદાહરણ રજૂ કરવા ઇચ્છો છે.

ભગવાનનો આભાર કે હું ફિટ છું. હું ફક્ત મારા લક્ષ્ય પર ધ્યાન આપતો રહું છું, જેથી હું ટીમને ૧૨૦ ટકા યોગદાન આપી શકું. બે યુવા સ્પિનર્સ (ચહલ-કુલદીપ)એ બહુ જ શાનદાર પ્રદર્શન કર્યું છે.

બંનેએ જોહાનિસબર્ગથી અમારી વાપસી કરાવી છે. હજુ ત્રણ ટી-૨૦ મેચ બાકી છે, ટૂર સમાપ્ત નથી થઈ. પહેલી બે ટેસ્ટ મેચમાં અમે અમારા પ્રદર્શનથી જરાય ખુશ નહોતા. ટેસ્ટ શ્રેણીમાં અમે હારી ગયા અને વન ડે શ્રેણીમાં જીતી ગયા છીએ.”

You might also like