INDvsENG: ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાનું કોણ કરશે નેતૃત્વ?

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં કપ્તાન વિરાટ કોહલી ઇજાના કારણે ન રમે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ઇંગ્લેન્ડ સામે લોર્ડસમાં રમાયેલ બીજી ટેસ્ટમાં ભારતને મળેલા પરાજયે ટીમ ઇન્ડીયાની મુશ્કેલીમાં વધારો કર્યો છે ત્યારે સુકાની વિરાટ કોહલીના પીઠ દર્દે પણ ભારતની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

જો વિરાટ કોહલી નોટિંધામમાં રમાવામાં આવનાર ત્રીજી ટેસ્ટ પહેલા ફીટ નહી થાય તો ત્રીજી ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ આર. અશ્વિનને સોંપવામાં આવે. આમ શ્રેણીમાં 2-0થી પાછળ રહેલા ભારત માટે આ એક ઝટકા સમાન સમાચાર છે. ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે કોહલીનું ઇજાગ્રસ્ત થવું એક મોટી સમસ્યા બની શકે છે.

બીજી ટેસ્ટ દરમિયાન કોહલીને પીઠનો દુઃખાવો ફરી થયો હતો. આમ જો કોહલી 18 ઓગસ્ટે શરૂ થનારી ત્રીજી ટેસ્ટ પહેલા ફિટ નહી થાય તો તેની જગ્યાએ ટીમનું સુકાન કોને સોંપવામાં આવશે તેને લઇને દ્વિધાની સ્થિતિ છે.

જો કે ટીમ ઇન્ડિયાના ઉપસુકાનીને જ આ જવાબદારી સોંપવામાં આવે છે પરંતુ રહાણે પણ હાલ બેટિંગમાં નિષ્ફળ છે ત્યારે ટીમ ઇન્ડિયાનું સુકાની પદ કોને સોંપવુ તેને લઇને ટીમ મેનજમેન્ટની ચિંતા વધી છે.

divyesh

Recent Posts

પ્રમોદ સાવંત ગોવાના સીએમ બન્યાઃ ૧૧ પ્રધાન સાથે રાતે બે વાગ્યે શપથ લીધા

(એજન્સી) પણજી: છેલ્લા એક દાયકાથી ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના ગઢ ગણાતા ગોવામાં મુખ્યપ્રધાન મનોહર પારિકરના નિધનથી પક્ષને મોટો ઝટકાે લાગ્યો…

2 mins ago

આયુર્વેદના ડોક્ટરથી ગોવાના CM: પારિકરના માર્ગદર્શનમાં રાજનીતિની શરૂઆત કરી હતી

(એજન્સી) મડગાંવ: પ્રમોદ સાવંતે ગોવામાં મનોહર પારિકરનો વારસો સંભાળ્યો છે. ૪૬ વર્ષીય સાવંત ગોવામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય છે, જેઓ આરએસએસ…

8 mins ago

પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાનો બીજો દિવસઃ વિંધ્યાચલ ધામનાં દર્શન કર્યાં

(એજન્સી) લખનૌ: યુપી મિશન પર નીકળેલાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાનો આજે બીજો દિવસ છે. પ્રિયંકા ગાંધી પોતાની યાત્રાના…

9 mins ago

જેડીયુના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર બિહારી ડાકુ છેઃ ચંદ્રાબાબુ નાયડુ

(એજન્સી) હૈદરાબાદ: આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ચૂંટણી પ્રચાર દરમિયાન બિહાર, જનતાદળ (યુ)ના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર પર તેજાબી પ્રહારો કર્યા છે.…

31 mins ago

ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ…

21 hours ago

10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.…

21 hours ago