કોહલીએ દિપીકા સાથે એડ કરવાની ના પાડી, શું કારણ અનુષ્કા છે?

ભારતીય ટીમનો કેપ્ટન કોહલી હંમેશા મીડિયામાં ચર્ચામાં રહેતો હોય છે. કોહલી ક્યારેક પોતાના રનોના કારણે તો ક્યારેક ટેટૂના કારણે અને ક્યારેક પોતાના લુક તથા એડના કારણે ચર્ચામાં રહેતો હોય છે. હવે તો કોહલી એક અભિનેત્રીનો પતિ પણ છે.

ઉલ્લેખનીય છે કે ક્રિકેટ જગતમાં જેટલું કોહલીનું નામ છે, તેટલું જ નામ દિપીકાનું બોલિવૂડમાં છે. આજની તારીખમાં દિપીકાની સાથે દરેક અભિનેતા કામ કરવા માગે છે, પરંતુ ક્રિકેટર વિરાટ કોહલીએ દિપીકા પાદુકોણની સાથે એડમાં કામ કરવાની ના પાડી દીધી છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે વિરાટ કોહલી અને દિપીકાને સૌથી પ્રખ્યાત સેલિબ્રિટી ગણાવી છે. એવામાં જો કોઈ બ્રાંડ આ બંનેને લઈને એડ બનાવે તો તે ચાલે તેમાં કોઈ નવાઈ નથી. બંને સિલેબ્રિટીઝ પાસે IPL 11માં એકસાથે કામ કરવાનો અવસર આવ્યો પણ કોહલીએ દિપીકા સાથે એડ શુટ કરવાની ના પાડી દીધી છે. વિરાટના ના પાડવાના કારણે રૉયલ ચેલેન્જર બેંગ્લોરને 11 કરોડ રૂપિયાનું નુકશાન થશે.

રૉયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમે એક ટ્રાવેલ કંપની પાસે 11 કરોડ રૂપિયાની ડીલ સાઈન કરી હતી. જો કે વિરાટને આ ડીલ સામે કોઈ તકલીફ નથી, પણ તે દિપીકા સાથે કામ કરવા તૈયાર નથી.

કોહલી માટે RCBની તમામ એડમાં ભાગ લેવું જરૂરી
ફ્રેન્ચાઈજીના નિયમો પ્રમાણે વિરાટ કોહલીએ RCBની તમામ એડ કરવી જરૂરી છે. આ કરાર કંપની અને આઈપીએલ ટીમ વચ્ચે થયેલ છે. જો કે હવે દિપીકા સાથે કામ કરવાની ના પાડતા કંપની શું કરશે તે જાણવા મળ્યું નથી.

જો કે વિરાટે દિપીકા સાથે કામ કરવાની ના કેમ પાડી તે પણ જાણવા મળ્યું નથી, પરંતુ અનુષ્કા અને દિપીકા વચ્ચે પણ કોઈ મતભેદ હોઈ શકે છે, જેના કારણે કોહલીએ આ એડમાં કામ કરવાની ના પાડી હોય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘બેંડ બાજા બારાત’ પછી અનુષ્કા અને રણવીરના અફેરની ચર્ચા ચાલી હતી. જો કે બાદમાં બંનેનું બ્રેકઅપ થતાં રણવીર દિપીકા સાથે જોડાઈ ગયો હતો અને હવે અનુષ્કાએ તો કોહલી સાથે લગ્ન કરી લીધા છે.

You might also like