અનુષ્કાના જન્મદિવસ પર વિરીટે આ રીતે શણગાર્યો હતો રૂમ…

1લી મેના રોજ, અનુષ્કા શર્માએ બેંગલુરુમાં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા પછી તેનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો. વિરાટે અનુષ્કાને IPL મેચ જીતીને વિજયની ભેટ આપી હતી. પત્નિનો જન્મદિવસ વિશેષ બનાવવા માટે વિરાટે ગુલાબી-લાલ રંગના ફૂલો અને મીણબત્તીઓ સાથે રૂમ શણગાર્યો હતો. આ સુશોભિત ફોટો હવે સોશ્યિલ મીડિયા પર વાયરલ બની રહ્યા છે.

સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ફેન ક્લબ એકાઉન્ટમાં ફૂલોની સજાવટના ફોટો આવ્યા છે. જેમાં સમગ્ર રૂમ અલગ રંગોમાં ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. મીણબત્તીઓના પ્રકાશમાં આ શણગાર વધુ સુંદર લાગતું હતું.

અભિનેત્રીના જન્મદિવસને ખૂબ જ વિશિષ્ટ બનાવવામાં આવ્યું હતું. તેણે તેના ડ્રીમ પ્રોજેક્ટ પશુ આશ્રયસ્થાન માટે પાયો નાખ્યો. બીજી તરફ, વિરાટ કોહલીની ટીમ IPLની સતત હાર બાદ આ મેચ જીત્યા હતા. કોહલી અનુષ્કા સાથે એવેન્જર્સ ફિલ્મ જોવા ગયો હતો. તેના જન્મદિવસને વિશેષ બનાવવા માટે, અભિનેત્રી ઇંસ્ટાગ્રામમાં એક સ્વીટ મેસેજ લખ્યું હતું.

વિરાટ કોહલીને ચુંબન કરતો અનુષ્કાએ એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું કે – વિશ્વનો સૌથી શ્રેષ્ઠ, દયાળુ અને બહાદુર માણસ સાથે જન્મદિવસની શ્રેષ્ઠ ઉજવણી કરી. મારા જન્મદિવસને એટલો ખાસ બનાવવા માટે આભાર.

મેચ સમાપ્ત થયા પછી, કોહલીએ કહ્યું હતું કે, “મારી પત્ની આજે અહીં હાજર છે અને આજે તેનો જન્મદિવસ છે. એટલે આ મારા તરફથી તેને એક નાની ભેટ છે. મને ખુશી છે કે તેણે મેચ જોવાનું આનંદ માણ્યો હતો. અનુષ્કા સામે આ 2 વધુ પોઇન્ટ્સ મેળવવા ખૂબ જ ખાસ છે.”

You might also like