આગની જ્વાળાઓ વચ્ચે વિરાટ કોહલી

મુંબઈઃ શ્રીલંકાના અસાન્કા બ્રેન્ડન રત્નાયકે નામના ઓસ્ટ્રેલિયામાં રહેતા ફોટોગ્રાફરે તેના કેમેરામાં વિરાટ કોહલીને આગની ઝપટમાં આબાદ રીતે ઝડપી લીધેલી તસવીર પાડવા માટે એમસીસી તરફથી વર્ષની સર્વશ્રેષ્ઠ તસવીર બદલ એક હજાર પાઉન્ડનું ઇનામ મેળવ્યું છે.

કોહલીની આ તસવીરને ગત બુધવારે પ્રગટ થયેલા ક્રિકેટના બાઇબલ ગણાતા ‘વિઝડન’માં સ્થાન મળ્યું છે. (વિઝડનમાં કવર પેજ પર પણ કોહલીની જ તસીવર છે) એટલું જ નહીં આ તસવીર ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સ ગ્રાઉન્ડમાં પણ એક વર્ષ સુધી પ્રવાસીઓ નિહાળી શકે એવી રીતે રાખવામાં આવશે.

અસાન્કા રત્નાયકેએ કહ્યું, ”ગત વર્ષે જાન્યુઆરીમાં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-૨૦ મેચ રમવા કોહલી જઈ રહ્યો હતો ત્યારે મેં આ તસવીર મારા કેમેરામાં કેદ કરી લીધી હતી. મેદાનમાં જવાના પ્રવેશ દ્વાર પાસે આગની જ્વાળા ઓકતું એક મશીન મુકાયું હતું અને કોહલી જાણે પોતાના હાથને ગરમાવો આપતો હોય એવી આ તસવીર ક્લિક કરવાની મને તક મળી હતી. હું કોહલીને ક્યારેય મળ્યો નથી. મેં આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.” દર વર્ષે ફોટોગ્રાફર્સ માટે યોજાતી સ્પર્ધામાં એમસીસીને વિશ્વભરમાં ૪૫૦ કરતાં વધારે ફોટોગ્રાફ્સ મળ્યા હતા, જેમાં કોહલીવાળી તસવીરને બીજું ઇનામ મળ્યું છે.

http://sambhaavnews.com/

You might also like