ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્ણ કર્યો સદીઓનો સેટ

ડરબનઃ વિરાટ કોહલીએ પોતાની વન ડે કરિયરની ૩૩મી સદી ગઈ કાલે દક્ષિણ આફ્રિકા સામે ફટકારીને ભારતને પ્રથમ વન-ડેમાં જીત અપાવી. રનનો પીછો કરતાં વિરાટનાં બેટમાંથી નીકળેલી આ ૨૦મી સદી હતી, જેમાંથી ૧૮માં ભારતને જીત મળી.

આ દક્ષિણ આફ્રિકાની ધરતી પર વિરાટની પ્રથમ સદી હતી. કોહલી નવ દેશની ધરતી પર વન ડે ક્રિકેટ રમ્યો છે. આ બધા દેશ આઇસીસીનાં કાયમી સભ્ય છે અને વિરાટે આ બધાં જ દેશ સામે સદી ફટકારી છે.

સચીન તેંડુલકર અને સનથ જયસૂર્યા એવાં બેટ્સમેન છે, જેમણે અગાઉ દસ કાયમી સભ્ય દેશોમાંથી નવ સામે સદી ફટકારી હતી. સચીન વિન્ડીઝમાં સદી ફટકારી શક્યો નથી અને જયસૂર્યા ઝિમ્બાબ્વેમાં સદી ફટકારી શક્યો નથી.

વિરાટે અત્યાર સુધી પાકિસ્તાનની ધરતી પર વન-ડે સદી ફટકારી નથી, કારણ કે વિરાટ પાકિસ્તાનની ધરતી પર હજુ સુધી એકેય મેચ રમ્યો નથી. કોહલીએ દક્ષિણ આફ્રિકામાં પોતાની ૧૦મી ઇનિંગ્સમાં પ્રથમ સદી ફટકારી.

તેણે સૌથી વધુ સદી ભારતની ધરતી પર ફટકારી છે. ત્યાર બાદ બાંગ્લાદેશમાં પાંચ, ઓસ્ટ્રેલિયામાં ચાર, શ્રીલંકામાં ચાર, વિન્ડીઝમાં બે, ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં એક-એક સદી ફટકારી છે.

You might also like