દેહરાદુનમાં ઘોડા પર હૂમલો કરનારને કોહલીએ ગણાવ્યા કાયર

નવી દિલ્હી : ઉત્તરાખંડનો શક્તિમાન હાલનાં દિવસોમાં રાજનીતિની સાથે દેશ વિદેશનાં સમાચાર પત્રોમાં પણ ચમકી રહ્યો છે. ગત્ત દિવસોમાં વિધાનસભાનાં ઘેરાવનાં મુદ્દે આયોજીત પ્રદર્શન દરમિયાન ભાજપ ધારાસભ્ય ગણેશ જોશીએ કથિત રીતે પોલીસનાં ઘોડા શક્તિમાન નામનાં ઘોડા પર ડંડાથી માર માર્યો હતો. ત્યાર બાદ ઘોડોનો પગ ભાંગી ગયો હતો અને તેનો પગ ભાંગી ગયો હતો.

જો કે આ ઘટનાં બાદ રાજનેતાઓથી માંડીને સોશ્ય મીડિયા પર પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકો દરેક રીતે આ પ્રકારની ઘટનાઓની ટીકા કરી રહ્યા છે. આ કડીમાં આજે ભારતનાં સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પણ શક્તિમાનનાં મુદ્દે ટ્વિટ કર્યું છે. કોહલીએ કહ્યું કે, એક સુંદર અને અબોલ પશુ પર કરવામાં આવેલા હૂમલાનાં સમાચાર સાંભળીને પરેશાન અને નિરાશ છું. આનાથી વધારે કાયરતા બીજી શી હોઇ શકે ?

વિરાટે પોતાનાં બીજા ટ્વીટમાં લખ્યું છે કે મને આશા છે કે આ મુદ્દે દોષીતોની વિરુદ્ધ ટુંકમાં જ કાર્યવાહી કરવામાં આવશે. આવો બધા ભેગા મળીને શક્તિમાન માટે પ્રાર્થનાં કરીએ. અત્રે ઉલ્લે્ખનીય છે કે ભાજપનાં ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી હરકત અંગે ચોતરફથી ફીટકાર વરસાવાઇ રહ્યો છે. પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે હજી સુધી ભાજપ દ્વારા આ અંગે કોઇ પ્રતિક્રિયા પણ વ્યક્ત નથી કરાઇ કે નથી કોઇ કાર્યવાહી કરાઇ

You might also like