જ્યારે હું પોતે જ નથી પીતો તો બીજાને કઇ રીતે કહી શકુ : પેપ્સીની એડ નહી કરે કોહલી

મુંબઇ : ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ કોલા ઇન્ડસ્ટ્રીને જોરદાર ઝટકો આપ્યો છે. કોહલીએ કોલાની જાહેરાત કરવાની મનાઇ કરી છે. શુક્રવારે કાર્બોનેનેટ પીણાથી સ્વાસ્થયને થનારા નુકસાન અંગે વધી રહેલી ચર્ચા વચ્ચે વિરાટે આ નિર્ણય લીધો છે. વિરાટે ગત્ત છ વર્ષથી પેપ્સી સાથે જોડાયેલો રહ્યો હતો. કોન્ટ્રાક્ટ ખતમ થયા બાદ કંપની કોન્ટ્રાક્ટ આગળ વધારવા માંગતી હતી. જો કો કોહલીએ મનાઇ કરી દીધી હતી.

ઇંગ્લેન્ડમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહેલ વિરાટે એક સમાચાર ચેનલને જણાવ્યું કે, જ્યારે હું પોતાની ફિટનેસ ટર્નઅરાઉન્ટ ચાલુ કરી તો શરૂઆતનાં દિવસોમાં તે મારી લાઇફસ્ટાઇલથી મોટી વાત હતી. જો કે જ્યારે તેનાથી કંઇક હટીને થાય છે તો હું તેનો બાગીદાર બનવા માંગીશું. તેણે કહ્યું કે અગાઉ મે આ વસ્તુઓ અપનાવી હતી. જો કે હવે હું તેની સાથે નથી જોડાઇ શકતો. જો હું પોતે જ આ વસ્તુઓ ખાઇ પી નથી શકતો તો માત્ર કમાણી માટે લોકોને કઇ રીતે આ વસ્તુઓ ખાવા માટે કહી શકું ?

વિરાટ હાલ 18 બ્રાન્ડ સાથે જોડાયેલો છે. જેમાં એમઆરએફ ટાયર્સ, ટિસોટ વોચ, પ્યુમા, સ્પોર્ટ ગીયર, કોલગેટ, ઓરલ કેર, ઓડી કાર્સ અને સેમસનાઇટ લગેજ જેવી બ્રાન્ડનો પણ સમાવેશ થાય છે.

You might also like