શું તમે વિરાટ કોહલીના બેટની કિંમત જાણો છો?

મુંબઈઃ ભારતીય ટીમનાે કેપ્ટન વિરાટ કોહલી વર્તમાન સમયનો શાનદાર બેટ્સમેન છે. વન ડે ક્રિકેટમાં તે પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર ટોચના સ્થાને બિરાજે છે. રનનો પીછો કરવાના મામલામાં તેનો જોટો જડે તેમ નથી, પરંતુ શું તમે જાણો છો કે જે MRF બેટથી વિરાટ કોહલી રમે છે તેની કિંમત શું છે?

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન ‘એ’ ગ્રેડ ઇંગ્લિશ વિલો બેટનો ઉપયોગ કરે છે, જેની કિંમત રૂ. ૨૦,૦૦૦ છે. આ કિંમત દાણા કે િવલો બેટના િકનારા પરની લાઇનોની સંખ્યા પ્રમાણે હોય છે. બેટ પર છપાયેલી લાઇનો પરથી જાણી શકાય છે કે એ બેટ કેટલું જૂનું છે. બેટમાં જેટલા વધુ દાણા હોય છે એટલા જ એ બેટથી વધુ સારા શોટ રમી શકાય છે. સામાન્ય રીતે બેટમાં દાણાની રેન્જ છથી બારની હોય છે, પરંતુ જે બેટનો કોહલી ઉપયોગ કરે છે એમાં આ સંખ્યા આઠથી બારની હોય છે. એના પરથી જાણી શકાય છે કે કેપ્ટન વિરાટ કોહલીના બેટની કિંમત રૂ. ૧૭,૦૦૦થી ૨૦,૦૦૦ રેન્જમાં છે.

વિરાટ કોહલીએ શરૂઆત BDMના બેટથી કરી હતી. ત્યાર બાદ તે નાઇકીના બેટનો ઉપયોગ કરવા લાગ્યો. હવે તે MRF સાથેના કરાર બાદ તેના લોગો સાથેના બેટથી રમે છે. હવે વિરાટ કોહલીના બેટની બ્રાન્ડ વેલ્યૂની કરીએ. MRF કંપની વિરાટને તેના બેટ પર પોતાનો લોગો લગાવવા માટે વર્ષના રૂપિયા આઠ કરોડ ચૂકવે છે. જોકે MCCના નવા નિયમો પ્રાણે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પોતાનું બેટ બદલવું પડશે, જ્યારે વિરાટ કોહલીના બેટની સાઇઝ નક્કી કરાયેલા નિયમો પ્રમાણેની જ છે. ઉલ્લેખનીય છે કે હાલ વિરાટના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં ટીમ ઇન્ડિયાએ ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી છે.

You might also like