ઓસ્ટ્રેલિયા ટૂર માટે વિરાટની નવી હેરસ્ટાઇલ સાથે નવો લુક

મુંબઇ: ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટસમેન અને ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયા રવાના થતાં પહેલાં બીસીસીઆઇના એન્યુઅલ એવોર્ડ ફંકશનમાં વિરાટ કોહલી નવા લુકમાં નજરે પડયો હતો. આ ફંકશનમાં વિરાટ દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવી નવી હેર સ્ટાઇલમાં જોવા મળ્યો હતો. તેની આ હેર સ્ટાઇલ મોહક હેર સ્ટાઇલ તરીકે ઓળખાય છે.

આ અગાઉ ર૦૧પમાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં યોજાયેલા વર્લ્ડકપમાં પણ વિરાટ કંઇક આવા જ નવા લુકમાં જોવા મળ્યો હતો અને હવે ઓસ્ટ્રેલિયાની ટૂરમાં પણ તેણે પોતાનો લુક બદલ્યો છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે ગરમીની મોસમ છે. જેને લઇને આ પ્રકારની હેરસ્ટાઇલથી ગરમીમાં ઘણી રાહત મળે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિરાટ પોતાની હેરસ્ટાઇલ સતત બદલતો રહ્યો છે અને પાંચથી છ પ્રકારની નવી હેર સ્ટાઇલમાં તે જોવા મળ્યો છે. વર્લ્ડકપ-ર૦૧પમાં તેણે મેલબોર્નના એક સલૂનમાં વાળ કપાવ્યા હતા. ધોનીની જેમ વિરાટ પણ હેરસ્ટાઇલમાં સતત પ્રયોગો કરતો રહે છે. નવા લુકમાં માથાની બંને બાજુ વાળ નહીં બરાબર હોય છે. જ્યારે વચ્ચે સારા એવા પ્રમાણમાં વાળ રાખવામાં આવે છે.

You might also like