ટેસ્ટ રેન્કિંગમાં સચિન-દ્રવિડ જે ન કરી શક્યા તે વિરાટ કોહલીએ કર્યું

પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કર પછી વિરાટ કોહલી એક માત્ર ભારતીય ક્રિકેટર છે જે આઇસીસી ટેસ્ટ રેન્કીંગના બેટસેમોનોની રેન્કીંગમાં 900 પોઇન્ટનાં આંકડા સુધી પહોંચી શક્યો છે.

આઇસીસી ક્રિકેટ હૉલ ઓફ ફેમમાં સામેલ ગાવસ્કરે ધ ઓવલમાં 1979માં પોતાના 50માં ટેસ્ટમાં 12 અને 221 રનની ઇનિંગ્સના આધારે 887 રેટિંગ પોઇન્ટથી 916 સુધી પહોંચ્યા હતા જે ગાવસ્કરના કેરિયરની સર્વશ્રેષ્ઠ રેટિંગ હતી.

હાલ ટીમ ઇન્ડીયાના સુકાની અને 2017માં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરુધ્ધ સેન્ચુરિયન ટેસ્ટમાં 21મી સદી ફટકારનાર કોહલીએ આ ઉપલબ્ધિ પોતાની 65મી ટેસ્ટમાં પ્રાપ્ત કરી છે. મેચ અગાઉ તેના 880 પોઇન્ટ હતા, જ્યારે 153 અને પાંચ રનની ઇનિંગ્સ બાદ 900 પોઇન્ટ સુધી પહોંચી ગયો છે.

સચિન તેંડૂલકર અને રાહુલ દ્રવિડ બંને અન્ય ભારતીય ખેલાડી છે જે 900 પોઇન્ટના આંકડાની નજીક પહોંચી ગયા હતા. તેમ છતાં સચિન કે દ્રવિડ બંનેમાંથી કોઇપણ ખેલાડી આ જાદુઇ આંકડો પાર કરી શક્યા નહોતા. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકર 2002માં 898 પોઇન્ટ સુધી આંકડો પહોંચ્યો હતો. જ્યારે ભારતીય વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ 2005માં 892 પોઇન્ટ થયા હતા.

You might also like