એવોર્ડ શોમાં વિરાટ કોહલીએ અનુષ્કા શર્માની સાથે રેડ કાર્પેટ પર કરી એન્ટ્રી

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્માનું રિલેશનશિપ હંમેશા ચર્ચામાં હોય છે. આ કપલ જ્યાં પણ જાય છે, તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ કરી લે છે. તાજેતરમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ઑનર્સ એવોર્ડ્સમાં ફરી એક વખત બંને  હાથમાં હાથ પકડીને સાથે જોવા મળ્યા હતા. આ એવોર્ડ્સના રેડ કાર્પેટ પર અનુષ્કા શર્મા રેડ કલરના આઉટફિટમાં જોવા મળી જ્યારે વિરાટ કોહલી બ્લેક કલરના સૂટમાં જોવા મળ્યો હતો.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના આ ઇવેન્ટ ફોટોઝ હાલમાં સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે. માત્ર વિરાટ- અનુષ્કાના ફેન્સને જ નહી પરંતુ વિરાટને પણ આ ફોટોઝ એટલા પસંદ આવ્યા કે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો અને અનુષ્કાનો DP રાખી લીધો.

આ ઇવેન્ટમાં સ્પોર્ટ્સ પ્લેયર્સ સિવાય બોલિવુડના કેટલાક સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી અને સંજીવ ગોયંકાએ સપ્ટેમ્બરમાં મળીને દિલ્લીમાં આ એવોર્ડ્સની ઘોષણા કરી હતી કે જ્યાં તમામ ઇન્ડિયન પ્લેયર્સને તેમના સારા પરફૉર્મન્સ માટે સમ્માનિત કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, સપ્ટેમ્બરમાં આ એવોર્ડ્સની જાહેરાત થયા પછી પહેલી વખત સ્પોર્ટ્સ ઑનર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ એવોર્ડ્સ ફંક્શનને મલાઇકા અરોરાએ હોસ્ટ કર્યો હતો,. આ ફંક્શનમાં વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, આશિષ નહેરા, ઝાહિર ખાન, મિતાલી રાજ, કેદાર જાધવ, પુલેલા ગોપીચંદ, સાનિયા મિર્ઝા, સાયના નહેવાલ, પી.વી.સિંધુ, હરમનપ્રીત સિંહ, દીપિકા ઠાકુર, ગુરજીત કૌર, શ્રીકાંત કિંદંબઇ, રાની રામપાલ, મહેશ ભૂપતિ જેવા સ્પોર્ટ્સના દિગ્ગજ આવ્યા હતા.

You might also like