ઈશાંત-યુવરાજ બાદ હવે વિરાટ અને અનુષ્કાનો વારો?

નવી દિલ્હીઃ યુવરાજસિંહ અને હેઝલ કીચનાં લગ્ન થઈ ગયાં. ત્યાર બાદ ભારતનો ફાસ્ટ બોલર ઈશાંત શર્મા પણ પ્રતિમા સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયો. થોડા દિવસ પહેલાં જ યોજાયેલા યુવરાજનાં લગ્નમાં વિરાટ-અનુષ્કાનો ડાન્સવાળો વીડિયો વાયરલ થયો હતો. પાર્ટીમાં હાજર એક સૂત્રએ જણાવ્યું કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડીની દુલ્હા-દુલ્હનની જોડી કરતાં પણ વધારે ચર્ચા થઈ હતી.

યુવરાજ અને હેઝલના મિત્રોએ અનુષ્કા અને વિરાટની ખૂબ મશ્કરી કરી હતી એટલું જ નહીં, યુવરાજ વારંવાર હેઝલને કહી રહ્યો હતો કે આ વખતે ‘કલીરે’ વિરાટ પર જ પડવો જોઈએ. (એવી માન્યતા છે કે દુલ્હનનો કલીરે જેના પર પડ છે તેનાં લગ્ન જલદી થઈ જાય છે. કલીરે દુલ્હને હાથમાં પહેરેલી બંગડીઓ સાથે એક છત્રી આકારાનો સોનાની પાંદડીઓનાે આકાર ધરાવતો ઝૂમખો હોય છે) ખાસ વાત તો એ હતી કે અનુષ્કા આ વાત સાંભળીને શરમાઈ ગઈ હતી. તે જરાય ગુસ્સે નહોતી થઈ. વિરાટ પણ મિત્રોની આ મજાકનો આનંદ માણી રહ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like