વિરાટ-અનુષ્કાએ રિસેપ્શનમાં હાજરી આપવા પીએમ મોદીને પાઠવ્યું આમંત્રણ

ઇટલીમાં ખાનગી વેડિંગ બાદ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સ્વદેશ પરત ફર્યાં. દિલ્હીમાં 21 ડિસેમ્બરનાં રોજ યોજાનાર વેડિંગ રિસેપ્શનનું કાર્ડ સૌ પ્રથમ પીએમ મોદી પાસે પહોંચાડ્યું. વિરાટ અને અનુષ્કા ખુદ પીએમ મોદીને કાર્ડ દેવા માટે ગયાં હતાં.

પીએમઓનાં ટ્વિટર હેન્ડલ પર વિરાટ-અનુષ્કાનો પીએમ મોદીને કાર્ડ દેતો ફોટો હાલ વાઇરલ થયો છે. આ પોસ્ટમાં એવું કેપ્શન કરેલ છે કે ટીમ ઇન્ડીયાનાં કેપ્ટન અને બોલીવુડ હિરોઇન અનુષ્કા શર્માએ પીએમ મોદી સાથે મુલાકાત કરી અને પીએમ મોદીએ એમણે લગ્નની શુભકામના પાઠવી.

તમને જણાવી દઇએ કે ખબરોનું માનીએ તો દિલ્હીથી પરત આવતા વિરાટ અને અનુષ્કા વેડિંગ રિસેપ્શનની તૈયારીઓમાં લાગી ગયા છે. તેમજ આ જોડીને રિસેપ્શનનાં ફંક્શનમાં જોવાં માટે દરેક લોકોને આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

અનુષ્કા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરનાં રોજ ઇટલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. ખાનગી વેડિંગ અને હનીમૂન બાદ આ કપલ પોતાનાં દેશમાં પરત આવી ગયેલ છે. સોશિયલ મીડિયા પર એમની કેટલીક તસ્વીરો વાઇરલ થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તસ્વીરો દિલ્હીમાં વિરાટનાં ઘરની છે. કે જ્યાં અનુષ્કા પોતાનાં પતિ વિરાટનાં સંબંધીઓ સાથે મુલાકાત કરી રહી છે.

You might also like