રેડ કાર્પેટ પર છવાઈ વિરાટ-અનુષ્કાની જોડીઃ ગ્લેમરસ લૂકમાં જોવા મળી સિંધુ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર કાર્યક્રમમાં છવાયેલાં રહ્યાં. આ કાર્યક્રમનું આયોજન વિરાટ કોહલીના ફાઉન્ડેશન કર્યું હતું, જેમાં રમત જગત ઉપરાંત બોલિવૂડની મશહૂર હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન કોહલી અને અનુષ્કા એકસાથે જોવા મળ્યાં હતાં.

જેવા વિરાટ અને અનુષ્કા રેડ કાર્પેટ પર આવ્યાં, બધાની નજર તેઓ પર ટકેલી જોવા મળી હતી. તાજેતરમાં આ કપલ એક જાહેરાતમાં નજરે પડ્યું છે. આ જાહેરાતમાં બંને એકબીજાને વચન આપતાં નજરે પડ્યાં છે. એન્કર મયાંતિ લેન્ગરે સોશિયલ મીડિયા પર આની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે.

સમારોહમાં આ બંને ઉપરાંત સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ, પી. વી. સિંધુ, કે. શ્રીકાંત, એચ. એસ. પ્રણય અને બી. સાઇ પ્રણીતની સાથે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા જેવા ઘણા સ્ટાર હાજર હતાં. હાર્દિક પંડ્યાએ બોલિવૂડ સ્ટાર આમિર ખાન સાથે એન્ટ્રી કરી હતી.

વિરાટ અને અનુષ્કા પહેલાં પોતાના સંબંધો છુપાવતાં હતાં, પરંતુ હવે કદાચ આ બંનેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છો. જોકે અનુષ્કા હજુ પણ પોતાના અંગત જીવન અને વિરાટ સાથેના પોતાના રિલેશન અંગે કોઈ વાત કરતી નથી, પરંતુ વિરાટ હવે ખૂલીને અનુષ્કા સાથેના રિલેશનની વાત કરે છે.

You might also like