વિરાટ કોહલીએ શ્રીલંકામાં ફરકાવ્યો ત્રિરંગો

નવી દિલ્લી: કેન્ડીમાં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી અંતિમ ટેસ્ટ સાથે શ્રેણીમાં ભારતે ૩-૦થી જીત મેળવી હતી. આ એક ઐતિહાસિક ક્ષણ હતી કે ટીમ ઇન્ડિયાએ વિદેશી જમીન પર કોઈ સિરિઝમાં ૩-૦થી જીત મેળવી હોય. વિદેશી ધરતી પર કોહલી એકમાત્ર એવો કેપ્ટન બન્યો, જેણે વિદેશી ધરતી પર ૩-૦થી જીત મેળવી હોય. શ્રેણી જીત્યા પછી ગઈ કાલે ૧૫ ઓગસ્ટે ટીમ ઈંડિયાએ કેન્ડીમાં ભારતનો ત્રિરંગો ફરકાવીને ભારતવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

You might also like