અનુષ્કા સાથેના સંબંધોમાં મારી બાઉન્ડ્રી જાતે જ નક્કી કરીશઃ વિરાટ

મુંબઈ: વિરાટ કોહલીઅે અનુષ્કા શર્મા સાથેના સંબંધોને લઈને પૂછતાં સવાલોને ટાળતાં અેક સલાહ અાપી છે. અહીં એક પ્રોગ્રામ સાથે રિલેશનને લઈને પૂછાયેલા સવાલ પર તેણે કહ્યું કે તમારે અે જાણવાની જરૂર નથી. હું તેની પર કોમેન્ટ નહીં કરું. અા દરમિયાન તેણે એમ પણ કહ્યું કે હું હંમેશાં મારી ફ્રેન્ડ સાથે જોડાયેલો રહેવા ઇચ્છુ છું પરંતુ લિમિટ કરતાં બહારની કોમેન્ટથી ખરાબ લાગે છે. હું મારી બાઉન્ડ્રી જાતે જ નક્કી કરીશ. કોઈઅે તેમાં પ્રવેશવાની જરૂર નથી.

મુંબઈમાં વિરાટ ફેનબોક્સ લોન્ચિંગ પ્રસંગે હાજર હતો. મીડિયાઅે તેને તેમના સંબંધોને લઈને સવાલ પૂછ્યો. અા ઘટના પર વિરાટે લિમિટ ક્રોસ કરનારાઅોને સલાહ અાપી. સાથે તેણે એમ પણ કહ્યું કે મારા ચાહકો જ્યારે તેમની મર્યાદાઅો અોળંગીને કોમેન્ટ કરે છે ત્યારે મને ખૂબ જ ખરાબ લાગે છે. લોકોને એટલી સમજ તો હોવી જ જોઈઅે કે તેઅો શું લખી રહ્યા છે. મારે અા ઘટના અંગે જે બોલવાનું હતું તે મેં પહેલાં જ કહી દીધું છે. તે લોકો સમજી ગયા હતા. કોઈ બીજાઅે અે જાણવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કા થોડાક દિવસો પહેલાં મુંબઈમાં એક સાથે જોવાં મળ્યાં હતા. બંને બાંદ્રાની એક હોટલમાં ડીનર માટે પહોંચ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ બંને વચ્ચેનું અંતર ખતમ થઈ ચૂક્યું છે. સલમાન ખાને બંને વચ્ચે પેચ અપ કરાવી દીધું છે. બંને સલમાનના ઘરે પણ પહોંચ્યાં હતાં.

અોસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી ૨૦ વર્લ્ડકપ પર જીત બાદ અનુષ્કા પર થઈ રહેલી કોમેન્ટસ પર વિરાટે ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.

You might also like