વિરાટ-અનુષ્કા માટે વર્ષના અંતિમ દિવસો ખાસ બની રહેશે

નરેન્દ્રનગરઃ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ હાલ ઉત્તરાખંડમાં ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા સાથે વેકેશન માણી રહેલા વિરાટ કોહલી માટે વર્ષ ૨૦૧૬ના અંતિમ દિવસો કંઈક ખાસ બને રહે તેવી શક્યતા છે. નરેન્દ્રનગર સ્થિતિ હોટલ આનંદાજમાં અભિનેત્રીના પરિવારની હાજરી અને બે દિવસ બાદ અિમતાભ બચ્ચન, જયા બચ્ચન અને મૂકેશ અંબાણી દંપતી અહીં આવી પહોંચવાના સમાચારથી અટકળોનો તબક્કો શરૂ થઈ ગયો છે. વિરાટ અને અનુષ્કાના પ્રશંસકો એવો ક્યાસ લગાવી રહ્યા છે કે ન્યૂ યરના માહોલ વચ્ચે પારિવારિક સમારોહમાં આ બંનેની દોસ્તી સંબંધમાં બદલાઈ શકે છે. હાલ વિરાટના પરિવારનો કોઈ સભ્ય અહીં હાજર નથી, જોકે વિરાટના પરિવારના સભ્યો આવી પહોંચશે એવી આશા રાખવામાં આવી રહી છે.

દરમિયાન, વેકેશન માણી રહેલાં વિરાટ અને અનુષ્કાએ ક્રિકેટ નહીં, પરંતુ ગોલ્ફની રમતમાં હાથ અજમાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને સ્ટાર હોટેલના ગોલ્ફ ગ્રાઉન્ડ પહોંચ્યાં હતાં. તેઓએ મેદાનની પ્રશંસા પણ કરી હતી. ત્યાર બાદ વિરાટ અનુષ્કા સાથે અડધો કલાક ગોલ્ફ રમ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like