વિઝડનના કવર પેજ પર વિરાટ, સચિન બાદ બીજા ભારતીય ક્રિકેટરને સ્થાન

નવી દિલ્હીઃ વિરાટ કોહલી આ વખતે વિઝડન ક્રિકેટર્સ અલમૈનેકની શોભા વધારશે. પત્રિકાના કવર પેજ પર તેનો ફોટો રહેશે. જેમાં તે રિઝર્વ સ્વીપ લગાવ તો જોવા મળી રહ્યો છે. ઇંગ્લેન્ડનો ત્રણેય મેચમાં સફાયો કરવામાં વિરાટનું ઉલ્લેખનીય યોગદાન છે. જેના કારણે વિરાટને આ સન્માન પ્રાપ્ત થયું છે. 2017ન આ અંકમાં એપ્રિલમાં પ્રકાશિત થશે. વિરાટ વિઝડન અલમાનેકના કવર પેજ પર સ્થાપ પ્રાપ્ત કરનાર સચિન પછીના બીજા ભારતિય ક્રિકેટર છે. વિઝડન ક્રિકેટર્સ અલમાનેક બ્રિટનમાં છપાતી વાર્ષિક પત્રિકા છે. જેને ક્રિકેટની બાઇબલ પણ કહેવામાં આવે છે.

વિરાટે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 4-0થી સીરીઝ જીતીને બે શતક બનાવ્યા છે. જેમાં કરિયર બેસ્ટ 235 રન પણ શામેલ છે. જેમાં તેણે મુંબઇમાં રમાયેલ ચોથી ટેસ્ટમાં કર્યા હતા. આ જ દાવ દરમ્યાન વિરાટ દ્વારા લગાવવામાં આવેલ રિઝર્વ સ્પીચનો ફોટો વિઝડનના કવર પેજ પર લગાવવામાં આવ્યો છે. વિઝડનના એડિટર લોરિસ બૂથે વિરાટની પ્રસંશા કરી હતી. સાથે જ કહ્યું હતું કે આ ભારતીય ક્રિકેટ કેપ્ટન આગામી સમયામાં ક્રાંતિ લાવશે.

http://sambhaavnews.com/

You might also like