વિરાટે માન્યું અનુષ્કા છે ‘ઓફ ફીલ્ડ કેપ્ટન’, video થયો Viral

IPL શેડ્યૂલમાં બીઝી વિરાટ કોહલીને ચિયર કરવા માટે અનુષ્કા શર્મા ઘણી વખત સ્ટેડિયમમાં તેની મેચ જોવા પહોંચે છે. ઘણી વખત શૂટિંગ દરમ્યાન પણ અનુષ્કા મોબાઈલ પર લાઇવ મેચ જોઈને ફોટોઝ શેર કરે છે. આ જ કારણ છે કે વિરાટ કોહલીએ તેની વાઇફ અનુષ્કાને ઑફ-ફીલ્ડ કેપ્ટન માને છે.

તાજેતરમાં વિરાટ કોહલીએ અનુષ્કાના ક્રિકેટમાં ઇન્ટરેસ્ટને લઇને એક ઇન્ટરવ્યૂમાં આનંદ જાહેર કર્યો હતો. વિરાટે કહ્યું હતું કે તે દેશમાં હોય કે પછી બહાર મેચ જોવે છે. અનુષ્કા મેદાનમાં પ્લેયર્સની લાગણીઓને સંપૂર્ણપણે સમજે છે.

ઇન્ટરવ્યૂમાં વિરાટથી પૂછવામાં આવ્યું કે ઑફ ફીલ્ડ કેપ્ટન કોણ છે, તો પછી થોડો સમય શાંત રહ્યા પછી વિરાટે કહ્યું કે અનુષ્કા છે. તે હંમેશા હકારાત્મક વિચારે છે. તેના નિર્ણયો ખૂબ જ યોગ્ય હોય છે તેથી ઓફ ફીલ્ડ તે જ મારી કેપ્ટન છે. વિરાટે આ બધી વાતો એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહી હતી જે Viral થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા આ દિવસો શાહરુખ ખાન સાથે ‘ઝીરો’ ની શૂટિંગમાં બીઝી છે. થોડા દિવસો પહેલા અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરીને કિધું હતું.

ફોટોમાં તેણે જે ટીશર્ટ પહેરી છે જેની પાછળ વિરાટ કોહલીનું નામ અને જર્સી નંબર લખ્યો હતો. તેણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું – કમ ઓન ગાય્ઝ!

You might also like