વિરાટ કોહલીએ વન ડેમાં છગ્ગાની સદી પૂરી કરી

કેપટાઉનઃ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે રમાયેલી વન ડેમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી. તેણે ગઈ કાલે પહેલો છગ્ગો ફટકારતાં જ વન ડે ક્રિકેટમાં ૧૦૦ છગ્ગા ફટકારા બેટ્સમેનોના લિસ્ટમાં પોતાનું નામ નોંધાવી દીધું. હવે તેના નામ પર ૨૦૫ વન ડેમાં ૧૦૧ છગ્ગા નોંધાઈ ચૂક્યા છે.

આવું કરનારો વિરાટ ભારતનો આઠમો બેટ્સમેન બની ગયો છે. ભારત તરફથી સૌથી વધુ છગ્ગા મહેન્દ્રસિંહ ધોની (૩૧૫ મેચમાં ૨૧૬)એ લગાવ્યા છે. સચીન તેંડુલકર (૪૬૨ મેચમાં ૧૯૬) બીજા અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (૩૧૧ મેચમાં ૧૯૦) ત્રીજા નંબર પર છે. રોહિત શર્મા (૧૧૭ મેચમાં ૧૬૫), યુવરાજસિંહ (૩૦૪ મેચમાં ૧૫૫), વીરેન્દ્ર સેહવાગ (૨૪૫ મેચમાં ૧૩૬) અને સુરેશ રૈના (૨૨૩ મેચમાં ૧૨૦ છગ્ગા) પણ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.

વિશ્વમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે છે, તેણે ૩૯૮ મેચમાં ૩૫૧ છગ્ગા ફટકાર્યા છે. બીજા નંબર પર શ્રીલંકાના સનથ જયસૂર્યાએ ૨૭૦ છગ્ગા, ત્રીજા સ્થાને રહેલા ક્રિસ ગેલે ૨૫૩ છગ્ગા ફટકાર્યા છે.

You might also like