IPLમાં પાંચ હજાર રન પૂરા કરનાર વિરાટ બીજો બેટ્સમેન બન્યો

બેંગલુરુ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીએ IPLની કરિયરમાં ૫૦૦૦ રન પૂરા કરી લીધા છે. આ સિદ્ધિ હાંસલ કરનારો તે બીજા નંબરનો બેટ્સમેન છે. કોહલીએ ગત ગુરુવારે મુંબઈ સામે રમાયેલી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી.

એ મેચ પહેલાં વિરાટને ૫૦૦૦ રન પૂરા કરવા માટે ૪૬ રનની જરૂર હતી. IPLમાં ૫૦૦૦ રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરનારો ખેલાડી સુરેશ રૈના છે. રૈનાએ વર્તમાન સિઝનની પ્રથમ મેચમાં જ બેંગલુરુ સામે IPLમાં ૫૦૦૦ રન પૂરા કર્યા હતા. રૈનાએ ૧૭૧

ચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. રૈનાના નામે IPLમાં કુલ ૫૦૩૪ રન નોંધાયેલા છે. પોતાની ૧૬૫મી IPL મેચમાં વિરાટે ૫૦૦૦ રન પૂરા કર્યા. IPLમાં સૌથી વધુ રન બનાવારા બેટ્સમેનોની યાદીમાં મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ત્રીજા સ્થાને છે.

તેણે ૧૭૫ મુકાબલામાં ૪૫૫૫ રન બનાવ્યા છે. ૫૦૦૦ રનની સિદ્ધિમાં વિરાટની ૩૪ અર્ધસદી સામેલ છે. આ ઉપરાંત તેણે ચાર સદી પણ ફટકારી છે.

You might also like