મુંબઇમાં યોજાયું “વિરૂષ્કા”નું ભવ્ય રિસેપ્શન, પહોંચી ક્રિકેટ-બોલીવુડ જગતની હસ્તીઓ

મુંબઇઃ ટીમ ઇન્ડીયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનાં લગ્નનું રિસેપ્શન આજે મુંબઇનાં પ્રતિષ્ઠિત સૈંટ રીજિસ હોટલમાં યોજાયું છે. “વિરૂષ્કા”નાં નામથી લોકપ્રિય વિરાટ-અનુષ્કાની જોડીએ આ મહીનાની 11મી તારીખનાં રોજ ઇટલીનાં ટસ્કનીમાં લગ્ન કર્યા હતાં.

જુઓ તેમનાં રિસેપ્શનમાં આવેલ પ્રખ્યાત ફિલ્મી કલાકારો અને ક્રિકેટરોનાં ફોટાઃ

Dhoni

V-6

SRK

V-1

V-2

V-3

V-4

V-5

“વિરૂષ્કા”એ ફિનલેન્ડમાં પોતાનું હનીમૂન મનાવીને પરત આવેલ તેમની આ જોડીએ દિલ્હીમાં પહેલા રિસેપ્શન આયોજિત કર્યું હતું કે જ્યાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની હાજરી આપીને રિસેપ્શનમાં ચાર ચાંદ લગાવી દીધાં હતાં.

મહાન પંજાબી ગાયક ગુરદાસ માને અનેક પંજાબી ગીતો ગાઇને દિલ્હીનાં રિસેપ્શનમાં રોનક જમાવી નાખી હતી. આ મોકા પર સુરેશ રૈના, ગૌતમ ગંભીર અને શિખર ધવન પણ હાજર હતાં.

હવે સૈંટ રીઝિસ હોટલમાં સૌથી મોટી ઇવેન્ટ થવાની આશા છે કેમ કે આમાં ટીમ ઇન્ડીયાનાં ક્રિકેટરો સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ અહીં શામેલ થશે તેવી આશા સેવાઇ રહી છે.

You might also like