અનુષ્કા – વિરાટ જાન્યુઆરીમાં સગાઇ કરે તેવી શક્યતા, ગુરૂ સાથે કરી મુલાકાત

નવી દિલ્હી : ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કા સાથે દેહરાદુનમાં સગાઇ કરે તેવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. બંન્ને ગુપ્ત રીતે હરિદ્વાર હરિદ્વાર પહોંચી ગયા છે. બંન્નેએ હરિદ્વાર પાસેના અમ્બૂવાલા ગામ પાસે આવેલા અનત ધામમાં પુજા કરી હતી અને પોતાના ગુરૂનાં આશિર્વાદ લીધા હતા.

વિરાટ અને અનુષ્કાના પરિવારજનો પણ રૂષઇકેશમાં હાજર છે.બંન્ને એક જાન્યુઆરીએ સગાઇ કરે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. અમિતાભ બચ્ચન, અંબાણી પરિવાર સહિતની સેલેબ્રિટી પણ અહીં હાજર થઇ રહ્યા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 25 ડિસેમ્બરે ઉતરાખંડ પહોંચ્યા હતા. બંન્નેના પરિવાર તે સમયે સાથે ન હતા. જો કે બાદમાં તેમની ફેમિલી સાથે જોવા મળી હતી.

કપલ ઉતરાખંડના નરેન્દ્રમગરમાં રહી રહ્યું છે. અહીં મીડિયાને પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યું. વિરાટ અને અનુષ્કા રૂષીકેશથી 12 કિલોમીટર આગળ નરેન્દ્રનગરની આનંદા હોટલમાં રોકાયેલી છે. સ્પા અને મેડિટેશન માટે જાણીતા આ ફાઇવ સ્ટાર હોટલમાં બંન્ને અહીં રોકાશે. ત્યાર બાદ રૂષીકેશનાં જાણીતા વોટર સ્પોર્ટ ટિહરી ઝીલ ખાતે જાય તેવી પણ શક્યતા છે.

You might also like