ખુલાસો: પૈસા માટે વિરાટ અને અનુષ્કાના સંબંધોમાં આવી તિરાડ!

728_90

નવી દિલ્હી: ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના બ્રેકઅપને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ થઇ રહી હતી. ઘણા લોકોનું કહેવું હતું કે વિરાટ કોહલીએ લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો અને અનુષ્કા શર્મા તે વાતને કારણે નારાજ થઇ ગઇ હતી કેમકે તે તેના કરિયર પર વધારે ફોકસ કરવા માંગતી હતી. પરંતુ અહીંયા તો હવે નવો જ ખુલાસો થયો છે. અનુષ્કાના નજીકના મિત્રએ બ્રેકઅપ થયાનું સાચું કારણ લગ્ન નહીં પણ પૈસાનું કારણ જવાબદાર હતું એમ જણાવ્યું હતું.

અનુષ્કા શર્માના મિત્રએ જણાવ્યું હતું કે વિરાટ કોહલીએ અનુષ્કાની બોમ્બે વેલવેટ ફિલ્મમાં 40 કરોડ લગાયા હતા. બધાને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું. આ ફિલ્મ લોકોને પસંદ ન પડી અને ખાલી 24 કરોડની જ કમાણી કરી શકી.

ફિલ્મ નિષ્ણાતોએ આ ફિલ્મને “ડિઝાસ્ટર” અને “સદીની સૌથી ફ્લોપ ‘ જેવી શ્રેણીમાં મૂકી દીધી. આ ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં 16 કરોડ આસપાસ કમાણી કરી હતી. ત્યારબાદ વિરાટે એક વાર અનુષ્કા સાથે પૈસાની વાત કરવા માંગી ત્યારે અનુષ્કાએ કંઇ પણ વિચાર્યા વગર તેનાથી દૂર જવા તેમજ સંબંધો તોડવાની વાત કહી હતી. તે પછી ઘણી વાર અનુષ્કા અને વિરાટને પાર્ટીમાં એકલા જોવા મળ્યા. એટલું જ નહીં પરંતુ સોશિયલ મિડીયા પર તે લોકો વચ્ચેના બ્રેકઅપની ચર્ચા થવા લાગી. વિરાટ અને અનુષ્કાએ પણ તેમના બ્રેકઅપ ઉપર કોઇ જવાબ ના આપ્યો પરંતુ હવે બંનેના રસ્તા અલગ થઇ ગયા તેવું દેખાઇ રહ્યું છે.

You might also like
728_90