વિરમગામમાં ભાજપ યુવા મોરચા દ્વારા રોડ શોનું આયોજન

વિરમગામ: ભાજપ યુવા મોરચા દ્વારા વિમગામ ખાતે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં વિરમગામ ખાતે રોડ શોનું આયોજન ત્યારબાદ સંમેલન યોજાશે. ઉલ્લેખનીય છે આ અગાઉ પણ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલના કાર્યક્રમનો પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલના ગઢ સમાન વિરમગામ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલના રોડ શોના કાર્યક્રમ બાદ વિરમગામમાં ગુજરાત સ્થાપના દિવસને લઇને એક યુવા સંમેલનના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ યુવા સંમેલનના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે જેમાં અમદાવાદ જિલ્લાના મેગા જોબ ફેરને ખુલ્લો મુકવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like