વિરમગામ તાલુકા પંચાયતની મિટિંગમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોબાળો

વિરમગામ: વિરમગામ તાલુકા પંચાયતની ગઈકાલે પંચાયતના ગાંધી સભાગૃહમાં કારોબારીના સભ્યની નિમણુંક કરવા બાબતે ભાજપ-અને કોંગ્રેસના સભ્યો વચ્ચે મામલો બીચકયો હતો અને બંન્ને પક્ષના સભ્યો સામસામા આક્ષેપો સામે બેઠકો પરથી એકબીજા પર ધસી આવતા બંદોબસ્ત માટે હાજર રાખવામાં આવેલ પોલીસ અને અધિકારીઓની  રમિયાનગીરીથી મામલો વધુ બીચકે તે પહેલા સભાના અધ્યક્ષ જાહીરાબેન દ્વારા સભા રદ કરવાની જાહેરાત કરવી પડી હતી અને સભા રદ કરવાનો કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવેલ હતો.

વિરમગામ તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના ૧૦-૧૦ સભ્યો ચૂંટાઈને આવ્યા હતા અને પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલના કુટુબિક સભ્ય ગેરહાજર રહેાા તાલુકા પંચાયતમાં ભાજપ સત્તાસ્થાને આવી હતી.  કોંગ્રેસના ધારાસભ્યના કૌટુંબિક સભ્યે ગેરહાજર રહેવા માટે ૪૦ લાખ રૃપિયાની માતબર રકમ લીધી હોવાના આક્ષેપો ખુદ કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રી બેન પટેલ સામે કોંગ્રેસના તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્ય દ્વારા જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે પ્લેકાર્ડ રાખી તેજશ્રીબેન પટેલ સામે હંગામો કરવામાં આવ્યો હતો.

ગઈકાલની ગાંધી સભાગૃહ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સભાની શરૃઆતમાં ભાજપના ૯ તથા કોંગ્રેસના ૧૦ સભ્યો હાજર હતા અને ભાજપના સભ્યો લઘુમતીમાં આવી ગયા હતાં. સભામાં પ્રથમ બે ઠરાવો સર્વાનુમતે થયા હતા પરંતુ કારોબારીના સભ્યો નિમવાના ઠરાવ બાબતે ભાજપના સભ્ય કમરૃદ્દીનભાઈ દ્વારા કોંગ્રેસના સભ્યો દ્વારા ભાજપના મહિલા સભ્ય ગૌરીબેન પ્રભુભાઈ પટેલનું અપહરણ કરી કોઈ અજ્ઞાતસ્થળે લઈ જવા બાબતે આક્ષેપ કરેલ હતો.

ગૌરીબેન પટેલ ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ વિરમગામ ગ્રામ્ય પોલીસમાં ગૌરીબેનના પરિવારજનો દ્વારા આપવામાં આવી હોવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના સભ્યે રીતસરના સામસામે તકરારના રૃપમાં આવી મામલો ઉગ્ર બન્યો હતો.

આ પરિસ્થિતિ હોવાથી તાલુકા પંચાયત પ્રમુખ અને સભાના અધ્યક્ષ દ્વારા સભા રદ કરવાની જાહેરાત કરવામાં આવતા ભારે હંગામો થવા પામેલ હતો અને પોલીસ અને અધિકારીઓ દ્વારા મામલો શાંત પાડવામાં આવ્યો હતો. આમ ગાંધી સભાગૃહના નામની પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગાંધીજીના નામને બટ્ટો લગાવ્યો હતો.

You might also like