Categories: Gujarat

વિરમગામની ક્રેડિટ કો.ઓ. સોસાયટીનું રૂપિયા સવા ત્રણ કરોડમાં ઉઠમડું

અમદાવાદ: વિરમગામમાં અાવેલી એક ક્રેડિટ કો.ઓ. સોસાયટીનું રૂ. સવા ત્રણ કરોડમાં ઉઠમડું થતાં અનેક ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વિરમગામ પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે વિરમગામ ખાતે અાવેલી અર્બુદા કો.ઓ. સોસાયટીના ગેરવહિવટના કારણે અા કો.ઓ. સોસાયટી ઉઠી જતા વિરમગામમાં ચકચાર જાગી છે. અા સોસાયટીમાં કુલ ૧૧૯૫ ખાતેદારોએ રોકાણ કર્યું હતું.

સોસાયટી એકાએક ઉઠી જતા અને સોસાયટીના હોદ્દેદારો ફરાર થઈ જતાં ખાતેદારો મુઝવણમાં મૂકાઈ ગયા છે. વિરમગામ પોલીસે ફરિયાદના અાધારે ઉપરોક્ત સોસાયટીના એમ.ડી. રાકેશકુમાર દેવેન્દ્ર અગ્રવાલ, અાશાબહેન રાકેશભાઈ અગ્રવાલ, નિશાબહેન છોટેલાલ અને મેહલસિંહ પ્રબલસિંહ નામની પાંચ વ્યક્તિઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે.

સારી નામના ધરાવતી અર્બુદા ક્રેડિટ કો.ઓ. સોસાયટીમાં અનેક ખાતેદારો જોડાયા હતા અને પૈસાનું રોકાણ પણ કર્યું હતું. પરંતુ અા પેઢી એકાએક ઉઠી ગઈ હતી અને તેના સંચાલકો ફરાર થઈ ગયા હતા. ચાર-પાંચ દિવસ સુધી કોઈપણ હોદ્દેદાર નજરે ન ચઢતા લોકોને શંકા પેઠી હતી. ત્યારબાદ વિરમગામ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં અાવતા પોલીસે ગુનો દાખલ કરી અારોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

http://sambhaavnews.com/

divyesh

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

20 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

20 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

20 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

20 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

20 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

20 hours ago