હાર્દિક પટેલને ધમકી આપતો વીડિયો વાઇરલ

અમદાવાદ : PAAS આગેવાન હાર્દિક પટેલને કથિત આરોપી દ્વારા ધમકી આપતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જેતપુરના રહેવાસી હોવાનો દાવો કરતો શખ્સ નટુ બુટાણી હાર્દિક પટેલને પટેલ સમાજને ગેરમાર્ગે દોરવા બદલ ધમકી ઉચ્ચારી છે. વીડિયોમાં કથિત પંટર એવો આ શખ્સ પોતાને 86 ગુનાનો આરોપી ગણાવે છે અને હાર્દિકને રૂપિયા કમાવવા પોતાની સાથે ગુનાખોરીમાં સામેલ થવાની સલાહ આપે છે. એટલું ઓછું હોય તેમ આ શખ્સ કેમેરા સામે કબૂલે છે કે તેણે લોકોની હત્યા કરી છે, લૂંટ કરીને રૂપિયા કમાયા છે.

નટુ બુટાણી નામનો શખ્સ હાર્દિકને જેતપુરમાં સભા કરવા બાબતે ખુલ્લી ધમકી આપતો જોવા મળે છે. શખ્સે વીડિયોમાં રેશ્મા પટેલ અને દિનેશ બાંભણિયાએ કૌભાંડ કર્યો હોવાનો આરોપ પણ મૂકી રહ્યો છે. મળતા અહેવાલો પ્રમાણે રેશ્મા પટેલે વીડિયો સામે પોલીસ ફરિયાદ કરી છે.

નટુ બુટાણીની હાર્દિકને ધમકી આપતા કહ્યું કે “હું ગુનેગાર છું, તું મારી પાસે આવી જા”, હું તને ખુલ્લી ચેતવણી આપું છું. આ બાદ શખ્સે પાસ કન્વીનર સામે સવાલો કરીને દિનેશ બાંભણિયા પર 1200 કરોડની ઓફરનો આક્ષેપ લગાવ્યો છે. આટલેથી ન અટકતા નટુ બુટાણી નામના શખ્સે હાર્દિક પર પ્રહાર કરતા તેની પર રાજદ્રોહનો આરોપ છે, તેવો પણ આક્ષેપ કર્યો હતો.

You might also like